ગુજરાત ગૌરવ દિવસનો અહેવાલ -તરુલતાબેન મહેતા

જેની અમે ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી ‘

સૌને ગુજરાત ગૌરવ દિનની હાર્દિક શુભેચ્છા !

            
 બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા યુ.એસ.એ.દ્રારા  11મી મે 2019ને શનિવારે  ‘ગુજરાત ગૌરવ દિવસ ‘  ની  અનેરી ઉજવણી થઈ.આ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન અને આયોજન ‘બેઠક ‘દ્રારા ‘થયુ હતું .’બેઠક ‘ એટલે ગુજરાતની સઁસ્કૃતિ અને ગુજરાતી ભાષાને પ્રાણ પૂરી સંવર્ધનના સતત  પ્રયત્નો કરતી સંસ્થા ,જેના સઁચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળા તથા તેમને સહાયક  કાર્યકરો રાજેશભાઈ , કલ્પનાબેન રધુ તથા નિસ્વાર્થભાવી સ્વંયસેવકોના  અથાક  પ્રયત્નોથી ‘ગુજરાત ગૌરવ દિનની ‘ યાદગાર ઉજવણી થઈ .  સૌને સલામ !
                  ગુજરાત ગૌરવ દિનનો ઉત્સવ ઉજવવા એકત્ર થયેલા  ગુજરાતીઓ કર્મભૂમિ અમેરિકામાં વસવાટ કર્યા છતાં માતૃભૂમિના ઋણને અંતરથી વીસર્યા નથી. સૌ ગુજરાતીઓ ઉમંગથી બે એરિયાના આઈ.સી.સી .કેન્દ્ર મીલ્પીટાસમાં 11મી મેં શનિવારે સવારે  સમયસર આવી ગયા હતા . પરદેશી ભૂમિને પોતાની માની પુષ્પોથી મહેકાવી અને મીઠાં ફળોનું દાન કરતા ગુજરાતીઓ  માના પ્રેમનું ગૌરવ વધારી રહ્યા છે .
  લો,  જુઓ આ રૂડો માહૌલ !  ગુજરાતણનો ગુજરાતી સાડીનો ઠસ્સો અને ખમીરવંતી છાતીવાળા પુરુષો ઝભ્ભો પેન્ટ અને બન્ડીમાં શોભતા  પ્રેક્ષકગૃહની અંદર બહાર ચહલપહલ કરી રહ્યા હતા. .સ્વયંસેવકોએ મહેમાનોને  હસીને આવકારો  આપ્યો . માતૃભાષા ગુજરાતીના મીઠા ટહૂકાનો આનન્દ  સૌની વાતચીતમાં છલકાતો  હતો . મિત્રો,સ્વજનોનું આ સ્નેહ સંમેલન અદ્ભૂત કહેવાય! નદીની રેતમાં રમતા પોતાના નગર કે ગામને પાદરે આવ્યાની ‘હાશ ‘ અનુભવતા   સૌ આજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉત્સુક હતા.  છેલ્લાં તેર વર્ષથી ગુજરાત દિનની ઉજવણીના   વિવિધ કાર્યક્રમો ગુજરાતીઓ રંગતથી માણે છે.
ખાસ મહેમાનઃ Karina R. Dominguez, Vice Mayor,Smt. Sumati Saksena Rao, Consul(Community Affairs, Information & Culture)

સવારે 9થી 12 વાગ્યા સુધીના મનોરંજન અને બે એરિયાના મહત્વના વ્યક્તિઓની માહિતીથી સભર ગુજરાત ગૌરવ દિનનું સોવિનયર હાથમાં લઈ સો વિશાળ પ્રેક્ષાગારમાં પડદો ખૂલવાની પ્રતીક્ષા કરતા હતા.આ સોવિનયર કલ્પનાબેન અને રઘુભાઈ ની મહેનત થી તૈયાર થયું   ગુજરાત દિનની  પત્રિકા કે સોવિનયરરૂપી સંભારણું આવતા વર્ષ પર્યન્ત ગુજરાતી વાચનના રસિયા મમળાવતા રહેશે. સૌ ગુજરાતીઓને સ્વ સમાજ વિષે જાણવાની જિજ્ઞાસા તો હોય ને! તેમજ બધાના ફોટા રઘુભાઈ શાહ એ પાડી આખા સમાંરમને તસ્વીરમાં કાયમ માટે યાદગાર બનાવી દીધો.

વિશાળ હોલમાં એકેય ખુરશી ખાલી નહોતી , છેલછબીલા ગુજરાતીથી હોલ ભરચક હતો.બીજા કેટલાક રસિયા કાર્યક્રમ નિહાળવાની તાલાવેલીમાં પાછળ ઊભા હતા.આ સર્વ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ‘બેઠક ‘ ના સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાની સાથે હારોહાર સહકાર આપતા કલ્પનાબેન રધુ ,રાજેશભાઈ તથા યુવાન અને સિનયર સૌ કાર્યકર્તાઓ ,સ્વંયસેવકો ત્વરાથી દોડીને સર્વ વ્યવસ્થા કરતાં જોઈ સોનું મન ગુજરાત પ્રત્યેના પ્રેમથી ભીંજાતું હતું. તેમાં  મોટી સંખ્યાની ગુજરાતીઓની હાજરી  સૌને ઉત્સાહ આપતી હતી.
               કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ને ‘ સરસ્વતી વંદના’થી માધવીબેન અને અસીમભાઇ મહેતાના એમની ગેરહાજરીમાં પણ  મધુર સૂરો ગુંજી રહ્યા. ગુજરાતી સાડીમાં શોભતા ‘બેઠક ‘ના સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુલ્લાદિલથી હસી મહેમાનોને આવકાર્યા . આ કાર્યક્રમને  બળ આપનાર સુરેશભાઈ પટેલ  સ્ટેજ પર આવ્યા. ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓને તન ,મન અને ધન-સંપત્તિથી હંમેશા સહકાર અને મદદ આપતા સુરેશભાઈ પટેલે   (મામા) સંબોધનના શબ્દોથી સૌના દિલ જીતી લીધા. તેમની સેવાથી પરિચિત સૌએ તાળીઓથી વધાવ્યા,
   
008
મનોરંજન કાર્યક્રમ અનેક સંસ્થાઓ તથા ગ્રુપના સહકારથી થયો હતો.. પ્રથમ  શરૂઆત સમૂહપ્રાર્થનાથી થઈ.સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા — ભૂમિ રાવલ, ભાર્ગવ રાવલના નેતૃત્વ હેઠળ ગ્રુપમાં પ્રાર્થના પ્રસ્તુત કરી નાનામોટા સૌએ સૂરમાં ભાવપૂર્ણ પ્રાર્થના ગીત ગાયું ,કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાબેન દરેક સંસ્થાના કલાકારોના નામ બોલી ઓળખ આપી. સરગમ ગ્રુપે ગુજરાતનું ગૌરવ ગાથા પ્રસ્તુત કરતુ કવિ નર્મદનું ગીત પ્રસ્તુત કરી આજના ગૌરવ દિવસમાં ઉત્સાહ વધાર્યો, બે એરીયા વૈષ્ણવ પરિવાર માં સરગમ સંગીત ગુપ ચાર વષઁ થી સંગીત ની સેવા આપે છે. શશિકાંત વ્યાસના ના માગદશઁન હેઠળ પલક  વ્યાસ  ગાયકી, આશિષ વ્યાસ તબલા અને શિવમ વ્યાસ હામોનિયમ સંગત સાથે સંગીત શિખવાડે છે. તો શારદા સ્કૂલ ઓફ સંગીતના સુરમય ગીતોથી સૌના મન ડોલી ઊઠ્યા.આણલ અંજારિયા અને અચલ અંજારિયા નવીનતા સભર સંગીત લઈને આવ્યા છે.ગુજરાતી સંગીત ને નવા રંગ રૂપે માણવાની પણ એક મજા છે.આણલ બાળકોને સંગીત શીખડાવે આણલ અંજારિયા, સંગીત શિક્ષા વિશારદ છે.તેમના માર્ગદર્શન હેઠળ બાળકોએ ખુબ સુંદર રજૂઆત કરી ગુજરાતી ભાષા નવી પેઢીના હાથમાં સુરક્ષિત છે તે પુરવાર થયું.
ગરબા વગર ગુજરાતી  અધુરો છે.ગુજરાત ગૌરવ દિવસ એટલે ગુજરાતની અસ્મિતાને ઉજવવાનો દિવસ હીનાબેન અને રીનાબેન દેસાઈએ તેમના સહિયર ડાન્સ ટ્રુપ સાથે ગરબા અને રાસની રમઝટ બોલાવી, રીનાબેનની આ સંસ્થા દ્વારા ગુજરાતની કળા અને સંસ્કૃતિના વારસાને ફેલાવી વાઇબ્રન્ટ ગુજરાતી સંસ્કૃતિને  ગતિમય રાખે છે.
સૌથી ઉત્સાહભરી રજૂઆત તો ટ્રાય વેલી સિનયોર ગ્રૂપના સિનિયરોની રહી, એક હાસ્ય સભર ગુજરાતી કવ્વાલી રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું .સીનયરના મુખે ગવાતી કવાલીના શબ્દો ‘અમે  આશિક રે ‘થી પ્રેક્ષકો રસમાં તરબોળ થઈ કાર્યક્રમને માણતા હતા.ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરીજે બધું જાણે વણ માગ્યા મહેમાનની જેમ આવે છે. પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારતા આપણા સિનિયરો પોતાના જીવનને સંગીત દ્વારા લીલું છમ રાખ્યું .આ કવાલ્લીના રચયિતા છે,મેઘલતાબેન મહેતા
          ત્યારબાદ વાર્ષિક સન્માન અને પુરસ્કાર માટે માનવંતા મહેમાનો સ્ટેજ પર  આવ્યાં . મુ.સુરેશભાઈ પટેલ અને મુ.શાન્તાબેન પટેલને હસ્તે નામાંકિત સિદ્ધિ હાંસલ કરનારા સૌને ઍવોડઁ આપવામાં આવ્યા. વાઇસ મેયર કરીના ડૉમિનગેઝ અને શ્રીમતી સુમતિ સક્સેના રાવ (કન્સલ્ટન્ટ કોમ્યુનિટી ઑફ એફેર ઈન્ફોરમેસન અને ક્લચર)આ કાર્યક્રમમાં પધારી ગુજરાતી સમાજને પ્રોત્સાહન આપ્યું.શ્રી નઁદશઁકર શાસ્ત્રીનો ,શ્રી રમેશભાઈપટેલ શ્રી અને શ્રી મતિ બનઝારાનો   શ્રી નેમિષ અનારકટનો સુપેરે પરિચય કલ્પનાબેન રધુ તથા રાજેશભાઈ શાહ દ્રારા અપાયો.
              સૌ આતુરતાપૂર્વક  રાહ કોની  જોતા હતા? નાટકની  . રંગમંચ પર પ્રસ્તુત થયું  ગુજરાતી નાટક ‘અમે દેશી એન.આર.આઈ ‘.  રંગભૂમિનો પડદો સરરર કરતો ખૂલી ગયો ને પ્રેક્ષકો તાનમાં મચલી ઉઠ્યા.વાહ શું સ્ટેજની સજાવટ ! પૂજા કરતી ગૃહિણી શ્લોકોથી
વંદના કરતી ફરતી દેખાઈ .જીવી અને નટુ  દીકરાના લગ્ન માટે આકાશ-પાતાળ ને બદલે પૂર્વ ને પશ્ચિમને એક કરતા  સર્વે કન્યાની શોધ કરી રહ્યા છે.અમેરિકન  સીટીઝન દીકરો લગ્નની વાતથી ભડકે છે.પણ મોમની લાગણીને ખાતર છેવટે દાદીમાની વાત માની કન્યાને જોવા તૈયાર થાય છે.પૌત્રના લગ્ન માટે અમેરિકાના વીઝા માટે  કૉન્સોલન્ટમાં   પહોંચેલા આનંદીબા અને વેવાઈનું દશ્ય એટલે હાસ્યની લ્હાણી સાથે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ. હાસ્યપ્રધાન નાટકનો ગુજરાતીઓના ગૌરવનો સંદેશ પ્રંશસનીય છે.નાટકના દરેક દ્રસ્યો હાસ્યથી ભરપૂર છે.સંવાદો દિવસો સુધી લોકો યાદ કરી હસે તેવા.
 ‘બેઠક રંગમંચનાં સર્વ કલાકારોએ  શરદભાઈ દાદભાવાળા ,જીગીષા પટેલ ,અંબરીશ દામાણી ,પારૂલ દામાણી ,પ્રજ્ઞા દાદભાવાળા ,યતીન ત્રિવેદી, મૌનીક ધારિયા,નરેન્દ્ર શાહે  પાત્રને અનુસાર ઉત્તમ અભિનય કરી નાટકને અથ થી ઇતિ રસપ્રદ બનાવ્યું છે.અભિનેતા અને અભિનેત્રીઓએ પાત્રોને જીવંત કર્યા છે.મૌનીક ધારિયા પ્રથમવારના દિગદર્શક તરીકે સફળ રહ્યા .હર્ષા ત્રિવેદીએ મંચ સુંદર સજાવ્યો.  નાટકના લેખિકા અને આર્ટ દિગદર્શક અને કલાકાર પ્રજ્ઞાબેન દાદભાવાળાને અભિનન્દન। એમના આનંદીબાના પાત્રને ‘દુબારા કહેવાનું મન થાય તેવું નાટક હતું પણ સમયની ઘન્ટડી વાગી .
       રાજેશભાઈ શાહે આભારવિધિ કરી.રેણુબેન અને રાજેન્દ્રભાઇ વખારિયાના સૌજન્યથી લોબીમાં લન્ચ-બોક્સનું વિતરણ થયું. પૂરી અને શ્રીંખન્ડના આસ્વાદમાં ભળ્યો હતો નાટકનો રસ.આવનાર ગુજરાત ગૌરવ દિનની ચાતકની જેમ રસિયા ગુજરાતીઓ પ્રતીક્ષા કરશે. સૌને ખૂબ અભિનન્દન અને શુભકામના!
જય જય ગરવી ગુજરાત સદા ઝળહળતી રહે જ્યોત  !!!
તરૂલતા મહેતા 2019 ગુજરાત દિન 
(પ્રારંભની વિનોદ જોશીની પઁક્તિ ફેરફાર સાથે છે)
Advertisements

ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day) – May, 2018

ગુજરાત ગૌરવ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે એરિયા ના ગુજરાતીઓએ ગુજરાતી  ભાષાને, ગૌરવવંતા ગુજરાતીઓને, અને ગુજરાતી સાહિત્ય, કલા અને કલાકારોને એક સુંદર કાર્યક્રમમાં વણીને ખુબજ સુંદર કાર્યક્રમ રજુ કર્યો તે માટે સહુ પ્રસ્થિત મહાનુભાવોનો અને સાથીઓનો આભાર. . શ્રી સુરેશમામા મામી, માનનીય પ્રતાપભાઈ, રમાબેન, મનીષાબેન અને નરેન્દ્રભાઈ જેવા મહાનુભાવોના સહકાર અને પ્રોત્સાહન વગર તેમજ રઘુભાઇ, કલ્પનાબેન, રાજેશભાઈ વગેરે પ્રેણનાપૂરક કાર્યકર્તાઓ વગર શક્યજ નથી અને તેમને ખુબ ખુબ અંતરથી બે એરિયાના બધાજ ગુજરાતીઓ વતી ખુબ ખુબ આભાર. ગુજરાત ગૌરવ દિવસ નિમિતે જે કાર્યક્રમ શ્રોતાઓ સમક્ષ પેશ કરવામાં આવે છે તેનો મોટો જશ હું પ્રજ્ઞાબેન દાદભાવાળા ને આપું છું.

તેમણે કેટલાયનો ભારત સુધી સંપર્ક સાધી ને આ કાર્યક્રમ માટે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં ખાસ આભાર આપીએ શ્રી ચંદ્રકાન્તભાઈ શાહને (જે “માસ્ટર ફૂલમણિ” ના લેખક છે અને આ કાર્યક્રમ માટે સ્ક્રીપટ સાથે તેમના જુના ગીતો રજુ કરવાની પરવાનગી સાથે ખુબ સહકાર આપ્યો), વિનયકાન્તભાઈ દ્વિવેદીને (જે જૂની રંગભૂમિના ચેતન સ્વરૂપ નાટ્ય મહર્ષિ કવિશ્રી પ્રભુલાલભાઈ દ્વિવેદીના દીકરા છે અને તેમણે પ્રજ્ઞાબેન જોડે પોતે જોયેલ જૂની રંગભૂમિ ના સંભારણા તાજા કરીને માર્ગદર્શન આપ્યું) અને ઉત્કર્ષભાઈ મજમુદાર (જેમણે પ્રજ્ઞાબેનને પોતાના અનુભવનો નિચોડ કરીને ખુબ માર્ગદર્શન આપ્યું). પ્રજ્ઞાબેને સુકાન તો સાંભળ્યું પણ છેટ ભારત થી કેલિફોર્નિયા સુધી તેમને ઘણા મહાનુભાવો એ વિવિધ પ્રકારનો સાથ આપ્યો અને તેનું પરિણામ આ બે એરિયામાં જૂની રંગભૂમિ તાજી કરીને બનેલો શ્રેષ્ઠ કાર્યક્રમ.

wp-1526613147828.jpg

wp-1526613165087.jpgઆ વર્ષે તેમણે અથાગ મહેનત થી અને બે એરિયાના કુશળ કલાકારોની મદદ થી જૂની રંગભૂમિના નાટક અને કલાકારોને જીવંત કર્યા અને પ્રેક્ષકોને મનોરંજન સાથે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ પીરસ્યો. પ્રજ્ઞાબેન ની મહેનત ને લીધે દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસે ગુજરાતી સાહિત્ય અને કલા ની નવી સમજણ બે એરિયાના પ્રેક્ષકો ને મળે છે.

તમને ખબર છે કે ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિ શરુ કરવાનો જશ મુંબઈ ના પારસીઓને જાય છે? દર્શનાબેન ભૂત્તા શુક્લા અને નરેન્દ્રભાઈ શુક્લા એ પારસી યુગલ તરીકે પારસી રંગમંચ વિષે વાતો કરી તે સાંભળતા લોકો હસી હસીને ઢગલા થઇ ગયા. 1853 માં દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ફરામજી ગુસ્તાદજી દલાલ ના સંચાલન હેઠળ પારસી નાટક મંડળી સ્થપાઈ અને“રુસ્તમ સોહરાબ” નામનું પહેલું નાટક રજુ કરવામાં આવેલ તેમાં રુસ્તમ ના પાત્ર એ અસલી ઘોડા પાર એન્ટ્રી મારેલ।

જૂની રંગભૂમિના નાટકો જ નહિ પણ તેના ગીતો પણ ખુબ પ્રચલિત થઇ ગયેલા અને પ્રેક્ષકો તેમને મહિનાઓ સુધી ગણગણતા. માધવીબેન અને પ્રજ્ઞાબેને જૂની રંગભૂમિની મજાની વાતો ભપકા અને રમૂજ થી પ્રસ્તુત કરી અને સાથે સાથે માધવીબેન અને અસીમભાઈએ તેના ગીતો પીરસીને પ્રેક્ષકોના મન જીતી લીધા.1944 ના સાલ માં “વીર પસલી” નામનું નાટક ભજવાયું ત્યારે લોકો એ નાટક પાછળ ઘેલા થઇ ગયા હતા. મુંબઈ થી વડોદરામાં એ નાટક જોવા માટેની સ્પેશ્યલ ટ્રેન દોડતી જેના ડબ્બા ઉપર નાટક નું નામ લખવામાં આવતું. અચલભાઈ અને આનલબેન અંજારિયા એ નાટકનું  સુંદર ગીત “પ્રેમીને પ્રેમી કોઈ પૂછે કે નયનોમાં શું છે, તું છે” ભજવીને પ્રસ્તુત કર્યું.

બાળક જયશંકર નો નાટક પ્રત્યેનો અત્યંત પ્રેમ જોઈને એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠુઠ્ઠી નામના શેઠે જયશંકરના માતા પિતા સામે પ્રસ્તાવ મુક્તયો કે “તમારો છોકરો મને સોંપી દ્યો। તેનામાં રહેલ હીર હું પારખી ગયો છું અને તેને હું કલાકાર બનાવીશ”. ઊંચી રકમની ઓફર જોઈને આખરે માતા પિતા માની ગયા અને જયશંકર કલકત્તા માટે રવાના થયા. જયશંકર જી એ આગળ વધીને “સુંદરી” નામે ગુજરાતી રંગભૂમિ ઉપર સ્ત્રી પાત્રો ભજવીને ગરવી ગુજરાતણને રંગભૂમિ ઉપર એટલી સુંદર રીતે સજીવ કરી કે તેમના સ્ત્રી પાત્ર પાછળ પ્રેક્ષકો પાગલ થઇ જતા. તેવાજ પાગલ બે એરિયાના પ્રેક્ષકો ICC માં અમરીશ દામાણી ના સ્ત્રી પાત્ર ઉપર થઇ ગયા. તેમના સ્ત્રી જેવાજ હાવભાવ, કપડાંની ઢબ અને લહેકાઓ અને નખરા જોઈને કોઈ એક પળ પણ હાસ્યને રોકી શકે નહિ. આફ્રિન!!

સાલ 1927 માં ભજવાયેલ “વલ્લભીપતી” નામના નાટક નું સુંદર અતિ લોકપ્રિય અને મીઠી સ્ત્રીહઠ દર્શાવતું ગીત  “ઝટ જાઓ ચંદનહાર લાઓ, ઘૂંઘટ નહિ ખોલું હું” જયારે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુબ નખરા સાથે ઘૂંઘટ ઓઢીને નરેન્દ્રભાઈ શાહ સાથે ભજવ્યું ત્યારે દરેક પ્રેક્ષકો તે ગીત ગણગણવા લાગ્યા. હેતેઅલબેન બ્રહ્મભટે “નાગરવેલયો રોપાવ તારા રાજ મહેલોમાં” અનેમાધવીબેન મહેતા “મીઠા લાગ્યા આજના ઉજાગરા” અને ગીતાબેન અને સુભાષભાઈ ભટ્ટે “સાયબો મારો ગુલાબનો છોડ, હું તો વેલી લવંગની” ભજવ્યા ત્યારે એમ થયું કે જાણે ગુજરાતી સંગીતનો લ્હાવો લેતાજ રહીએ। ને ગરબો ગવાયો ત્યારે તો ગુજરાતણ બેઠી જ કેમ રહી શકે?

તમે જો આ પ્રસંગ કોઈ પણ કારણસર બે એરિયા માં હોવા છતાં ચુકી ગયા હો તો મેં તેમાંનો થોડો ઇતિહાસ  વણીને અને થોડા ફોટો મૂકીને અમે માણેલા મધુર દિવસની થોડી ઘણી મીઠી ક્ષણોને મેં અહીં પ્રસ્તુત કરી છે. ફરી ફરીને હું ભલામણ કરીશ કે તમે આપણા એકદમ વ્યસ્ત બે એરિયા માં કોઈપણ પ્રસંગ ચુકો તો પણ બની શકે તો ક્યારેય ગુજરાત ગૌરવ દિવસ નો પ્રસંગ ચુકતા નહિ. અને પ્રજ્ઞાબેન આયોજન કરે છે ત્યાં સુધી તો નહીંજ ચુકતા. I am Pragnaben Dadhbhawala’s shameless fan.   એમનું ગુજરાતી ભાષા અને સાહિત્ય માટેનું સમર્પણ, તેમની વિવિધ કલા અને તે ઉપરાંત કળાની પરખ અને વિવિધ કલાકારોને એક છત્ર નીચે ભેગા કરીને દરેકની કુશળતાને યૌગ્ય રીતે  પેશ કરીને દર્શાવવાની અને તે બધામાં પ્રેક્ષકોના મનોરંજન માં તલભરની કમી ન રહે તે રીતે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવાનું તે તેમની કુશળતા ઉપર હું આફ્રિન છું.

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી -તરુલતાબેન મહેતા

પરદેશમાં  આપણા મલકની સોડમ-ગુજરાત ગૌરવ દિવસ   

13મી મે  રવિવારે  2018ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં  ‘જય જય ગરવી ગુજરાત’નું અરૂણ પ્રભાત દીપી  ઊઠ્યું હતું!  તેમાં ભળી મધર્સ’ ડે ની મધુરતા . મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ  સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. ‘છેલ છબીલા ‘નર નારીઓ આનન્દને હિલ્લોળે ઝૂલતાં હતાં .‘ચોળી,ચણિયો ને પાટલીનો ઘેર અને  આગળ શોભતા છેડાવાળી ગુજરાતી સાડીમાં ઉલ્લાસમાં ગુજરાતણો   ઘુમતી હતી. માનો છેડલો એટલે અજંપાનું ઓસડ .

ગુજરાત ગૌરવ દિવસ  બે એરિયાની  ગુજરાતી સમાજ  નોર્ધન કેલિફોર્નિયાના નેજા હેઠળ ખરો પણ  અનેક સંસ્થાઓ તથા ગુજરાતીઓના સહકારથી અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. આપણી  માતૃભૂમિ ગુજરાતી ,માતૃભાષા ગુજરાતી અને સાંસ્કૃતિક વારસાના  જતન અને વિસ્તારના  શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ.  સૌએ પોતાની જન્મદાત્રી  જનની પ્રત્યેના પ્રેમ અને ઋણને  ‘મધરસ’ ડે ‘થી નવાજ્યો.તેથી સોનામાં સુગંધ ભળી.હોલની બહાર રસિયા ગુજરાતીઓના હાથમાં ગરમ ચા -કોફીના પ્યાલાની સુગંધ આવતી હતી તો હોલની અંદર   સાંસ્કૃતિક  અવસરની  મહેક    હતી. “અમેં  સૌ  ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’(પદમાબેન કનુભાઈ શાહ )આપણને વારસામાં સાંસ્કૃતિક ,ધાર્મિક ,આધ્યાત્મિક પરંપરા  સહજ રીતે મળે છે.સંસ્કુતિ ,ભાષા -સાહિત્ય અને સંસ્કાર માતાના ગર્ભમાંથી બાળકના  લોહીમાં એકરૂપ થાય છે , હાલરડાંનું  મીઠું ગૂંજન હર પળે તેના જીવનમાં  વહ્યા કરે છે, તેની ઉજવણી દિવાળી જેવા ઉત્સાહથી થઈ તે ગુજરાતના ગૌરવને વધારે છે .ભીના કંઠે ગાવાનું મન થઈ જાય ‘ગુજરાત મોરી મોરી રે ‘. આવડી વિશાળ પુથ્વી પર એક મુલકને મારો કહીએ ત્યારે કેટલું પોતીકું લાગે છે! પરદેશમાં  મુલકની સોડમ  લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે.બે ગુજરાતી મળે તો મેળો અને ગુજરાત ગૌરવ દિન ભેગાં મળી ઉજવીએ ત્યારે  તો દિવાળી જેવા માનીતા બધા ય  અવસરોની એકસાથે ધૂમ મચી જાય.

 હદયના છલકતા  ઊર્મિહિલોળથી સઁચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં ગુજરાતની ગરિમાનું સન્માન કર્યું છે.’ગુજરાત ગૌરવદિન’ની ઉજવણી નિમિતે તૈયાર કરેલ ‘સંભારણાં ‘ નામક સ્મરણિકા  (સોવિનયર ) માહિતીસભર અને મનોરંજક છે.અનેક મહાનુભાવોના સંદેશા ,જૂની રંગભૂમિનો ઇતિહાસ ,તે જમાનાના કલાકારોની  નાટક પ્રત્યેની જીવનભરની મહેનત અને ત્યાગનું જીવંત ચિત્ર તેમાં છે.ભૂલી વિસરી જૂની રંગભૂમિને અપાયેલી આ અંજલિ યાદગાર બની રહેશે. ‘ભાંગવાડી ભલે સમયની નજરે ભાંગ્યું  પણ તેનું પ્રદાન ગુજરાતી નાટકમાં સદાય સ્મરણીય રહેશે. જૂની રંગભૂમિના ગીતોનો આસ્વાદ અને અન્ય માહિતીપૂર્ણ લેખો સોવિનયરને પ્રસંશનીય  બનાવે છે.સંભારણાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બે-એરિયાના મોંઘેરા કલાકારોના સુંદર ફોટા  સોવિનિયરની શોભા તો છે જ પણ એથી વધુ અત્રે વસતા ગુજરાતી સમાજની  પ્રતિષ્ઠા છે.ભારતની બહાર વસતા આ કલાકરોની  સાધના અને રિયાઝને સલામ!  ગુજરાત ગૌરવ દિને સન્માન પ્રાપ્ત કરતા  ગર્વીલા ગુજરાતીઓના ફોટા જોઈ કહેવું જોઈએ:

‘પુરૂષાર્થને પ્રેમ કરે સાહસથી સીંચે માટી ,ખમીરવંતી છાતી લઈ જે જીવે એ ગુજરાતી (હિતેન આનંદપરા) રસતરસ્યા ગુજરાતીઓ માટે  કાર્યક્રમની શરૂઆત થઈ . ઉત્સાહથી છલકાતાં ,સુંદર ગુજરાતી સાડીમાં શોભતાં કલ્પનાબેન રધુના મધુર સ્વરે સરસ્વતી વંદના થઈ . કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેને  ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું ને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.ત્યારપછી નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજના સહ સૂત્રધાર સુરેશભાઈ પટેલે  (લાડીલું નામ મામા ) ગુજરાતીઓને પાનો ચઢે તેવું સરળ પણ સચોટ સંબોધન કર્યું .તેમણે બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજની ચાર પ્રતિભાઓની સન્માનવિધિ કરી.

આજના અતિથિ વિશેષ પુસ્તકપરબના પ્રણેતા શ્રી ડો.પ્રતાપભાઈ પંડ્યા, શ્રી ચન્દ્રકાન્તભાઈ પટેલ,શ્રી નરેન્દ્રભાઈ પાઠક તથા લેખિકા જયશ્રીબેન મર્ચન્ટને તેમણે સમાજમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરી સૌ ગુજરાતીઓએ ગર્વની ભાવના અનુભવી.તેમનો પરિચય આપનારા વક્તાઓ રાજેશભાઈ શાહ ,દર્શનાબેન નાડકર્ણી તથા કલ્પનાબેન રઘુએ સુંદર કામગિરી બજાવી. બેઠકની બહેનો જયવંતીબેન,ઉષાબેન ,જ્યોત્સ્નાબેન તથા કલ્પનાબેનના હસ્તે મહેમાનોને ફૂલગુચ્છ અર્પિત થયા.શ્રી નરેદ્રભાઈ પાઠક દ્રારા સેનેટ  તરફથી  બે એરિયામાં ગુજરાતી સમાજની વિશેષ સેવા કરતા ગુજરાતની અસ્મિતાને બળ આપવાની સાંસ્કૃતિક પ્રવુતિ કરતાં પ્રજ્ઞાબેન,કલ્પનાબેન  રધુ તથા રાજેશભાઈનું સર્ટિફિકેટ આપી સન્માન થયું.

સ્ટેજનું જૂની ગુજરાતી રઁગભૂમિની યાદ આપતું , કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન ગમી ગયું. (જેનો શ્રેય ખ્યાતીબેન ને જાય છે.)તેમાં ય બે એરિયાના કોકિલકંઠી માધવીબેન મહેતાની સૂત્રધાર જેવી કોમેન્ટ્રીમાં સાદ આપતા ,પૂર્તિ કરતાં   હાસ્યના ખજાનચી પ્રજ્ઞાબેનની જુગલબંધી એવી જામી કે પ્રેક્ષકોનો આજનો દિવસ સાર્થક થઈ ગયો. જૂની રંગભૂમિ પર બનતું તેવું સહજ વાતાવરણ તેઓએ વાતચીત કરતાં હોય તેવા સંવાદો દ્રારા જીવંત કર્યું.

રંગભૂમિને  માટે નાટ્કો લખતા ઊચ્ચ કોટિના  લેખકોની નિષ્ઠા ,લગન અને ત્યાગની ભાવનાનો પરિચય નાટ્યમય શેલીમાં  આપવાનું   કઠિન કામ જીવંત સંવાદો દ્રવારા  -અભિનયપૂર્વક  માધવીબેન ,પ્રજ્ઞાબેન અને અન્ય કલાકારોએ અદભુત કર્યું છે.તે દેશી નાટકોના મૂળ સ્વરૂપને સદેહે કરવાનું બીડું બે એરિયાના ગાયકો,સંગીતકારો અને કલાકારોએ પ્રેક્ષકોના દિલને જીતી પાર પાડયું છે.સોને મારાં અભિનન્દન. જૂની રંગભૂમિના તેજસ્વી સિતારાઓની  ઓળખનો   ક્રમબદ્ધ ઇતિહાસ ઊંડા સંશોધન ,વાચન પછી થયો હશે ! શુદ્ધ ગુજરાતી ઉચ્ચારો। લકેકાઓ અને રણકાર મારા કર્ણપટલને આનન્દ આપતા હતા. હે, અમેરિકામાં વસતા ગુજરાતી ગાયકો અને કલાકારો તમે માતૃભાષા અને કલાને  મુઠ્ઠી ઊંચેરી કરી છે.ધન્યવાદ !

રઘુનાથ  બ્રમભટ્ટ ,પ્રભુલાલ દ્રિવેદી, મૂળશકર  મુલાણી ..લાંબી યાદીમાં કોઈ વિસરાયું નથી. જૂની રંગભૂમિની ઓળખ  પારસીઓના નાટકો વિના કેમ અપાય ? સ્ટેજ પર પારસી વેશભૂષામાં
પારસી બોલી બોલતું યુગલ (દર્શનાબેન -નરેન્દ્રભાઈ) પ્રેક્ષકોને આનન્દ આપી ગયું અને પારસી  નાટકોની ઓળખ કરાવી.હાસ્યરસથી ભરપૂર પારસી નાટકો જોવા એક લહાવો હતો.

જૂની રંગભૂમિના ગીતો લોકોના દિલ પર છવાયાં હતાં . ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ‘ ,ઝટ જાઓ ચંદનહાર હાર લાવો. જેવાં અનેક ગીતો   રેડિયો ,ટીવી. કે બીજા કોઈપણ સાધન વિના લોકોને કંઠસ્થ હતાં . ગલીએ ,પોળે, ચોરે ચૌટે હોંશથી લોકો મસ્તીમાં ગાતા.આ ગીતોમાં કવિતા હતી.ગાયકી-સંગીત હતું ,લહેકા અને લટકા ,પ્રેમ ને રિસામણાં ,મીઠાં મહેણાં -ટોણાં ,હાસ્ય અને કરુણતા હતી.સૌને મોખરે નાટકના ભાગરૂપે અભિનેય હતાં .આજના ચલચિત્રોમાં ગાયનો ક્યારેક વસ્તુને અનુરૂપ ના પણ હોય !

બે એરિયા સંગીતજ્ઞ મધુરકંઠી ગાયકો માધવી-અસીમ  મહેતા ,આણલ -અચલ અંજારિયા ,હેતલ જાગીરદાર ,પ્રજ્ઞાબેન વગેરેએ ખૂલ્લા ગળે આ ગીતોને અભિનયથી ગાયાં।  સ્ટેજ પર હરતાં  ,નાચતાં દ્રશ્યરૂપે કર્યાં .  દરેક ગીતોમાં તે સમયના વેશ પહેરેલા અભિનેતા અને અભિનેત્રીઓએ એવું સુંદર નૃત્ય ,ગરબા ,નાટક કર્યું કે તાળીઓના ગડગડાટથી ‘વન્સ મોર ‘ થયું.ગીતા-સુભાષ ભટ્ટનું રોમેન્ટિક ગીત તથા ઝટ  લાવોનો પ્રજ્ઞાબેનનો ઝટકો અને સૌ કલાકારોની કલા અને શ્રમને જેટલી દાદ આપીએ તેટલી ઓછી છે !

માસ્ટર ફૂલમણી-સ્ક્રીપ્ટ નો શ્રેય શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ને જાય છે.

.જૂની રંગભૂમિ અને આ ક્રાર્યક્રમ જેના વિના અધૂરા  છે,તેવા જયશન્કર  સુંદરીના  સ્ત્રી પાત્રના અભિનયને ‘વાહ’ કહેવું પડે બીજી વાર ‘વાહ ‘સૌભાગ્ય સુંદરી ‘નાટકના લેખક મૂળશન્કર મુલાણીના અભિ નયને રજૂ કરનાર શરદભાઈ દાદભાવાલાને અને સુંદરીનું પાત્ર ભજવનાર બે એરિયાના કલાકાર અંબરીશ દામાણીને નવાજવા પડે.’મોહે પનઘટ  ગીતને ‘ લટકાથી રજૂ  કર્યું। અન્ય સૌ કલાકારો પારુલ, મિતિ પટેલ ,મોનીક ધારિયા,નરેન્દ્ર શાહ,વિકાસ સાલવી ,પરિમલ ઝવેરી,દિવ્યા શાહ સૌને ખૂબ  અભિનન્દન.

 

પ્રત્યેક સ્વંયસેવક ,કલાકાર,આયોજકોની મહેનત કાર્યક્રમમાં રંગ લાવી તેને યાદગાર બનાવ્યો છે.’બેઠક’માં  અને આ કાર્યક્રમમાં ઉત્સાહથી રાતદિવસ મહેનત કરનાર સંચાલિકા,લેખિકા,ગાયિકા અને અભિનેત્રી પ્રજ્ઞાબેન દાદભાવાલાને ધન્ય છે. રાજેશભાઈની આભારવિધિ બદલ આભાર.બે એરિયાના ગુજરાતીઓને ગુજરાત દેશે પહોંચાડનાર તમે જ છો .અંતે લંચ બોક્સમાં શ્રીંખડ -પૂરીની સાથે જૂની  રંગભૂમિના ગીતોનો રસથાળ લઈ પસન્ન  થઈ સૌ ગયા ..  ‘આવતા વર્ષે પધારજો ‘.  આવનાર અનેક ગુજરાત ગૌરવ દિન ઉજવતા રહીએ તેવી શુભકામના !

જય ગુર્જરદેશ ,જય ભારત

હું વિશ્વ માનવી બનું તેવી અભ્યર્થના

તરૂલતા મહેતા 17 મે 2018

(આ બધા ફોટાનો શ્રેય  રઘુભાઈ શાહ ને જાય છે.)

“ગુજરાતીના ધરોહર” શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ.

ગુજરાત ગૌરવ દીવસ ૨૦૧૭ કેલિફોર્નિયા

શ્રી વિનોદભાઈ પટેલ ને બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયા તરફથી નવાજતા (ડાબેથી) શ્રી સુરેશભાઈ પટેલ

 

 

"ગુજરાત ગૌરવ દિવસ" ૨૦૧૭ કેલિફોર્નિયા

ચિ.મનીષાબેન પંડ્યાને બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયા તરફથી નવાજતા શ્રી સુરેશભાઈ પટેલ

"ગુજરાત ગૌરવ દિવસ" ૨૦૧૭ કેલિફોર્નિયા

શ્રી મહેશભાઈ પટેલને બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયા તરફથી નવાજતા શ્રી સુરેશભાઈ પટેલ સાથે આયોજક પ્રજ્ઞા દાદભાવાળા

14મી મે 2017ની ખુશનુમા સવારે મધર્સ’ ડે ના દિવસે મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ  સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. ગુજરાત ગૌરવ દિવસ  બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. આપણી  માતૃભૂમિ,માતૃભાષા ગુજરાતીના  ધરોહર શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ.  સૌએ પોતાની જન્મદાત્રી  જનની પ્રત્યેના પ્રેમ અને ઋણને  ‘મધરસ’ ડે ‘થી નવાજ્યો.તેથી સોનામાં સુગંધ ભળી.હોલની બહાર રસિયા ગુજરાતીઓના હાથમાં ગરમ ચા -કોફીના પ્યાલાની સુગંધ આવતી હતી તો હોલની અંદર   સાંસ્કૃતિક  અવસરની  મહેક આવતી   હતી.
આપણને   ધાર્મિક ,આધ્યાત્મિક પરંપરા  સહજ રીતે મળે છે.સંસ્કુતિ ,સાહિત્ય અને સંસ્કાર માતાના ગર્ભમાંથી બાળકના  લોહીમાં એકરૂપ થાય છે ,હરગયો પળે તેના જીવનમાં તે વહ્યા કરે છે, તેની ઉજવણી દિવાળી જેવા ઉત્સાહથી થઈ તે ગુજરાતના ગૌરવને વધારે છે .  ભીના કંઠે ગાવાનું મન થઈ જાય ‘ગુજરાત મોરી મોરી રે ‘. આવડી વિશાળ પુથ્વી પર એક મુલકને મારો કહીએ ત્યારે કેટલું મીઠું લાગે છે! પરદેશમાં  મુલકની સોડમ લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે.બે ગુજરાતી મળે તો મેળો અને ગુજરાત દિન ભેગાં મળી ઉજવીએ ત્યારે  તો દિવાળી-હોળી બધાય અવસરોની એકસાથે ધૂમ મચી જાય.
હદયના છલકતા  ઊર્મિહિલોળથી સઁચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં બે એરિયાના  માનવંતા સર્જક ,કવિયત્રી ,ભવાઇના લેખિકા
આદરણીય સ્વ.મેઘલતાબેનના ગીતોને,ભવાઈને  સ્ટેજ પર  જીવંત કર્યા.ત્રણ પેઢીનું સંયોજન સ્ટેજ પર રજૂઆત કરે એ ઘટના એટલી વિરલ અને દિલસ્પશી હતી   કે ભયો ભયો થઈ જવાયું!  સામુહિક રીતે મધુર કંઠોનું ગીતને લયબદ્ધ આરોહ અવરોહમાં ગાવું ખરેખર સપ્તકના સુરોનું મેઘધનુષ્ય સમાન  હતું..
માવડી મેઘલતાબેનનાં દીકરી માધવીબેનના  કુટુંબે માતૃઋણ સાથે  ગુજરાતી વારસાને નવી પેઢીને આપવાનું પ્રશન્સ્નિય   કલાત્મક પગલું ભર્યું .  રંગબેરંગીન વેશભૂષા ,મધુર ,સુરીલા ગીતોની રમઝટ અને ગુજરાતી લહક અને લચક આંખ્યે દેખવાનો જે ઉત્સવ માણ્યો તે એક લ્હાવો હતો. આપણા વારસાની પરંપરા ને મજબૂત કરવા એકત્ર થયેલી સર્વ ગુજરાતી સન્સ્થાઓએ સ્વેછાએ તન ,મન ધનથી ગુજરાત ગૌરવની ઉજવણીમાં ભાગ લીધો તેથી  પણ  ગુજરાતપ્રેમીઓનું માથું ઊંચું થાય છે.
કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેને  ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું ને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.
સ્ટેજનું ગુજરાતીના કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન ગમી ગયું.બે એરિયાના નાના મોટા સર્વ કલાકરોને સ્ટેજ પર પોતાની કલા રજૂ કરવાની તક મળી.
આ કાર્યક્ર્મની ખૂબી એ હતી કે લોકભોગ્ય ગીતો અને ભવાઈ સામુહિક ગીત,સંગીત અને અભિનયનો ઉત્સવ હતો.ઉત્સવપ્રિય ગુજરાતી પ્રજા સમૂહમાં ગરબા કરે, હોળી-ધૂળેટી રમે,ભજનમંડળીમાં કિરતાર વગાડે અને ભવાઇના વેશ પણ કરે.એવું જ લોકપ્રિય વાતાવરણ ગુજરાત દિવસની ઉજવણીનું હતું.
સામુહિક પ્રાર્થના પછી મેઘલતાબહેનના   ‘થપ્પો ‘ ગીતની નિર્દોષ ,નટખટ રજૂઆત થઈ .  બાળ ગોપીઓની સાથે  લાડીલા કાનાની  ‘થપ્પો ‘રમત ગીતમાં રમાઈ ,નાનામોટા બાળકોએ એવું સુંદર ગીત ગાયું કે પ્રે ક્ષકોના હાથ પકડી દિલને જીતી લીધું. ગીત કોમ્પોઝીશન માટે ,બાળકોને તૈયાર કરવા માટે અને  મનભર રજૂઆત માટે અભિનન્દન. સ્ટેજ પર સરસ રીતે ગીત પૂરું થયું પછી મેં માધવીબેન ,આણલબેન ,હેતલબેન,જાગૃતિબેન સૌને ખુશીથી દોડતાં જોયાં હતાં ,તેમની અથાગ મહેનતને બાળકોએ સાર્થક કરી હતી. મારી વહાલી ગુજરાતી બહેનો તમારો હરખ જોઈ મારા હૈયામાં ટાઢક થઈ કે નવી પેઢી વારસાને જાળવવા તૈયાર થઈ છે.
માન સન્માનની વિધિ થઈ.કલ્પનાબેનનું વ્યક્તવ્ય અને મહેમાનોની ઓળખવિધિ સુંદર છાપ મૂકી ગઈ.બે એરિયામાં ગુજરાતી કોમ્યુનિટી માટે મદદ કરતા સેવાભાવી સૌ કાર્યકરો તથા દાતાઓ માટે જેટલું સન્માન કરીએ તેટલું ઓછું છે.આપણા ગુજરાતી વારસાને જીવંત રાખવામાં તેમનો અમૂલ્ય ફાળો છે.
સમૂહગીતોમાં હોરીનું ગીત ‘રાધા સંગ ખેલે હોરી ‘ કલાકારોએ મનમૂકીને ગાયું ,તેમના ગીતમાં મને મારી કલ્પનામાં રંગબેરંગીન હોરી રમાતી દેખાતી હતી .
સૌને આકર્ષી લેતું ગીત ‘મન્દમન્દ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ’ (અનિલ ચાવડા) ગવાયું અને સૌ રસતરબોળ થયાં. પ્રેક્ષકો તેમના ગુંજામા (ખિસ્સામાં ) નહિ દિલમાં મહેંક ભરી લેશે.કાગળ પર લખાયેલા ગીતને સૂર સદેહે કરે છે ત્યારે પ્રેક્ષકો મન્ત્રમુગ્ધ થાય તેમાં નવાઈ નથી.બે એરિયાના મધુર કંઠી ગાયકો ગુજરાતના ઉત્તમ ગાયકોની પડખે ઊભા રહી શકે તેવાં ખમતીધર છે.ગુજરાત દિવસની સ્મરણિકામાં તેમના સરસ પરિચય આપેલ છે.માધવીબેન અને અસિમભાઈનું કમ્પોઝીશન અને સૂઝ આખા કાર્યક્રમને સંગીતમય કરવામાં મૂલ્યવાન  છે.બધા જ ગાયકો મુગટના અમૂલ્ય રત્નો છે.
વતન છોડીને આવ્યા પછી ગુજરાતી નાટકો ઘણી વાર જોયાં પણ ‘ભવાઈ ‘ વાહ ભુલાયેલી યાદ તાજી થઈ.ભવાઈમાં સંગીત ,નૃત્ય,નાટક એમ સર્વ લલિત કલાઓનું મિલન થતું હોય છે.’બેઠક ‘ના ગ્રુપ દ્રારા તૈયાર થયેલ સ્વ.મેઘલતાબેન રચિત આ ભવાઈમાં સાપ્રંત ભાષાસમસ્યાને કેન્દ્રમાં રાખી વેશ ભજવાયા છે. એકબીજાને સમજી ન શકતા ખાટલા નીચે પાણી અને વોટર વગર દીકરાનો પ્રાણ જાય એવો  ઊંડો ઘા કરતો કટાક્ષ છે.સંગીત અને નૃત્યથી સ્થાનિક કલાકારોએ ભવાઈને ઊચ્ચ પ્રકારના નાટક જેવા અભિનયથી રજૂ કરી હતી. નરેન્દ્રભાઈ શાહે ભવાઈ વિશેની પ્રારંભિક ઓળખ આપી સરસ કહ્યું.સામાન્ય રીતે લોકભવાઈના વેષ ભજવાઈ ત્યારે રામાયણ ,મહાભારતના પ્રંસગો વધુ ભજવાતા.સીતાનું પાત્ર પણ પુરુષ જ ભજવે. જો કે જૂના  ગુજરાતી નાટકોમાં પણ સ્ત્રી પાત્ર ભજવતા જયશઁકર સુંદરીનું નામ ખૂબ લોકપ્રિય હતું.આ ભવાઈમાં બધા જ સ્ત્રી-પુરુષ  પાત્રોએ  પોતાની ભૂમિકા સરસ ભજવી છે,પણ રંગ રાખ્યો છે રગલીએ .તબલાના તા થેયા થા …તાલ રંગલાના
ઠેકડા ભવાઈને જીવંત કરતા હતા.મેઘલતાબેને સ્વરચિત ભવાઈને ભાવપૂર્ણ રીતે ભજવાતી જોઈ હોત તો રાજીના રેડ થયા હોત ! ભારતથી  દસ હજાર માઈલના અંતરે દૂર અમેરિકામાં ગુજરાતનું વિસરાતું લોકભોગ્ય ભવાઇનું સ્વરૂપ પુનજીવિત થાય એ રોમાંચકારી ઘટના માટે સ્થાનિક કલાકારો,ગાયકો,અભિનેતા અને
અભિનેત્રીઓ ,લેખક ,દિગ્દર્શક ,સંગીતકાર ,વેશભૂષા અને સજાવટ કરનારાઓને મારા અઢળક અભિનન્દન છે.આવનાર ગુજરાત દિનના પ્રંસગોએ તમારી કલાના પ્રયોગોની રાહ જોવાશે. ભારતનું ,ગુજરાતનું અને અમેરિકાનું ગૌરવ વધારનાર આપ સૌને  લાખ લાખ શુભેચ્છા છે.સૌ ગુજરાતીઓ તમારી  ભાવભરી  સાંસ્કુતિક ,કલામય રજુઆત દ્રારા આનન્દિત અને આભારી છીએ.
ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !
અમારો ગુણીયલ ગુર્જર દેશ ! (ન્હાનાલાલ )
તરુલતા મહેતા 15મી મે 2017

અહેવાલ -ગુજરાત ગૌરવ દિવસ 2017

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઊજવણીના એક ભાગરૂપે, છેલ્લા અગીયાર વરસથી ઊજવાતો ઉત્સવ, આ વર્ષે પણ રવિવાર તા. ૧૪ મી મે, ૨૦૧૭ ના સવારે ૧૦-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી, મિલપીટાસના ICC માં, બે એરિયા ગુજરાતી સમાજ નોર્થ કેલિફોર્નીયાના ઉપક્રમે ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.

પ્રેક્ષકોની વિશાળ હાજરી વચ્ચે ઉત્સવની શરૂઆત કરતાં સંચાલિકા શ્રીમતિ પ્રજ્ઞાબહેન દાદભાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. પ્રાર્થનાની રજૂઆત અસીમભાઇ અને માધ્વીબેને મહેતાએ કરી  બે એરિયાના જાણીતા સામાજીક કાર્યકર શ્રી સુરેશ પટેલે આજના કાર્યક્રમના મહેમાનોએ સંબોધન કરતા સમગ્ર કાર્યક્રમની  વિશેષતા બતાવતા કહ્યું કે ગુજરાત ગૌરવ દિવસ માટે ઉજવણું નથી પણ પરદેશમાં સાથે મળી આપણી સંસ્કૃતિને અસ્મિતાને સાચવવાનો સૌને સહિયારો પ્રયત્ન છે અને વિગત વાર વાત કરતા કહ્યું કે આ કાર્યક્રમમાં દર વર્ષે બે એરિયામાં સામાજીક કાર્યોમાં આગળ પડતો ભાગ લેનારી બે કે ત્રણ વ્યક્તિઓનું જાહેર સન્માન કરવામાં આવે છે, એની વિગત સમજાવી, આ વરસે સન્માનિત થનારી ત્રણ વ્યક્તિઓના નામો જાહેર કરતા કહ્યું મનીષાબેન પંડ્યા, મહેશભાઈ પટેલ, અને વિનોદભાઈ પટેલ આ ત્રણે વ્યક્તિએ પોતાનું એક વિશેષ યોગદાન ગુજરાતી સમાજમાં આપ્યું છે.માટે be એરિયા ગુજરાતી સમાજ તેમણે નવાજે છે.આ વર્ષે પુરસ્કાર વિજેતાનો  પરિચય જાણીતા પત્રકાર અને બેઠકના સહસંચાલક શ્રી રાજેશ શાહે  અને કલ્પનાબેન રઘુએ આપ્યો હતો, અને ત્યારબાદ શ્રી સુરેશ પટેલ (સુરેશ મામા) દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.. 

ત્યારે બાદ બે એરિયાની સ્વર કોકિલા શ્રીમતિ આંણલ અંજારિયા અને જાણીતા RJ શ્રીમતિ જાગૃતિ શાહ દ્વારા તૈયાર કરેલા બાળકોએ સુંદર ગીતો રજૂ કરી, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રત્યેક બાળકને રજૂઆત બદલ એક સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું.v

કાર્યક્રમ માટે બે એરિયાના ખૂબ જ જાણીતા સંગીતપ્રેમી યુગલ, શ્રી અશીમ મહેતા અને શ્રીમતિ માધવી મહેતા દ્વારા સ્વરબધ્ધ કરાયલા અને ૨૬ સંગીતપ્રેમીઓએ જેમાં સ્વર આપ્યો હતો એવા અર્થસભર ગીતો રજૂ કર્યા હતા. પ્રક્ષકો આ ગીતોના શબ્દો અને સૂરોને લાંબા સમય સુધી યાદ કરશે. સમગ્ર વૃંદનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સહિયર ડાન્સ ટ્રૂપે રજૂ કરેલા શ્રીમતિ હીનાબહેન દેસાઈ અને તેમની સુપુત્રી રીના દેસાઈ દ્વાર કોરીયોગ્રાફ કરેલા નૃત્યે તો પ્રેક્ષકોના મનમાં કદી ન ભૂલાય એવી છાપ છોડી હતી. કલાકારોના સન્માન દરમ્યાન શ્રીમતિ હીનાબહેન ભાવૂક થઈ ગયા હતા.

કાર્યક્રમમાં બે એરિયામાં પ્રથમવાર પ્રાયોજીત ભવાઈનો કાર્યક્રમ બેઠક દ્વારા પ્રસ્તુત થયો અને તે પણ સ્થાનિક લેખક દ્વારા લખેલ અને  સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થયો હતો. સ્વ. મેધલતાબહેન મહેતા દ્વારા લખાયલા આ નાટકની રજૂઆત દરમ્યાન સમગ્ર પ્રેક્ષકગણ પણ જાણેકે ભવાઈમાં ભાગ એતા હોય તેમ હોંકારા દેકારા દેતા હતા. ભવાઈના પ્રત્યેક પાત્રને રજૂ કરતા કલાકારોએ પોતાની સમગ્ર શક્તિ પરોવીને પાત્રોને ન્યાય આપ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતના કોન્સુલરના પ્રતિનિધિએ પ્રેક્ષકોને સંબોધ્યા હતા. ફ્રીમોન્ટના કાઉન્સીલર શ્રી રાજવાને પણ હાજરી આપી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

અંતમાં શ્રી રાજેશ શાહ અને પ્રજ્ઞાબહેન દાદભાવાળાએ આભારવિધી કરી હતી. હાજર રહેલા પ્રેક્ષકો માટે શ્રીમતિ રમાબહેન પંડ્યાએ ભોજનની વ્યવસ્થા કરી હતી. દર વરસની જેમ આ વરસે પણ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ના વાતાવરણ હેઠળ સૌ છૂટા પડ્યા હતા.

-અહેવાલ પી. કે. દાવડા

ગુજરાત ગૌરવ દિવસ -૨૦૧૭ –

ગુજરાતની  સંસ્કૃતિ સમી આપણી માતૃભાષા ને સંગીત અને  ​ભવાઈ દ્વારા પ્રસ્તુત કરી ચાલો આપણી ધરોહરને પરદેશમાં સાચવીએ અને તો ચાલો જીવંત કરીએ 

 

ગુજરાત ગૌરવ દિવસ તારીખ ૧૪મિ મેં ૨૦૧૭

ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયાના સૌજન્ય થી દર વર્ષની જેમ ગુજરાત ગૌરવ દિવસ રવિવાર 14મીમે ૨૦૧૭ન ના રોજ સવારે 10 વાગે “બેઠક”ના આયોજન થકી ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલપીટાસ ખાતે ઉજવશે.જેની નોધ લેશો.બધાજ ગુજરાતીઓને બહ્વભર્યું  આમંત્રણ છે.

બે એરિયામાં ગુજરાતી ભાષા માટે અનેક વ્યક્તિએ યોગદાન આપ્યું છે.જેમાં મેઘલતાબેન મહેતાનું પણ પ્રદાન રહ્યુ છે અને સૌથી મહત્વની વાત કે આપણી ગુજરાતી ભાષાની ધરોહર આગળની પેઢીને આપતા ગયા છે. જેને આગળ વધારતા અસીમભાઇ અને માધવીબેન સઁગીતના માધ્ય્મ દ્વારા અનેક કલાકારો સાથે સંગીત સાધના કરી આ ધરોહરને આગળ વધારી રહ્યા છે. ગુજરાત ગૌરવ દિવસ સમગ્ર ગુજરાતી ઓ માટે ગૌરવ દિવસ છે તો આ વર્ષે આપણે સંગીત, નૃત્ય અને ભવાઈ દ્વારા ગુજરાતી ની અસ્મિતાને બે એરિયાના ૪૦થિ વધુ કાલાકોરો અસીમભાઇ અને માધવીના નેતૃત્વ હેઠળ ગ્રુપમા રજૂ કરશે અને ગુજરાતી ગૌરવદિવસ ઉજવશે બસ લ્યો ત્યારે માણો એમાનું એક સુંદર એક ગીત…વધુ વિગત ફેસબુક  પર જોતા રહેશો.

%d bloggers like this: